ગીર ગઢડા શાણાવાંકીયા સેવા સહકારી મંડળીમાં ખેડૂત સાથે થયેલી છેતરપિંડીમા બેંકના કર્મચારીઓ વિરુધ પણ કાર્યવાહી કરવા બાબત.
જય ભારત સાથ જણાવવાનું કે અમે શાણાવાંકીયા ગામના ખેડૂત ખાતેદારો/રહીશો છીએ.અમોએ આગળ આપેલ આવેદનમા જણાવેલ કે અમારી શાણાવાંકીયા સેવા સહકારી મંડળીમાં ખેડૂત સાથે થયેલી છેતરપિંડીમા બેંકના કર્મચારીઓ વિરુધ પણ કાર્યવાહી કરવા જણાવેલ છતા આપે નોધેલ ગુનામા તેમની વિરુધ કોઈ કાર્યવાહી થયેલ નથી તો આ ગુનાહિત કરવામા બેંકના કર્મચારીઓ પણ સામેલ વગર શક્ય નથી જેમા તમારી બેન્કમાં અમારા સેવિંગ ખાતામાં ડમી નાણાકીય વ્યવહારો થયેલ છે

જેમાં મૃત્યુ પામેલા,નો-ડ્યુ આપ્યા પછીના ખેડુત ખાતેદારોમા ધિરાણ બતાવે છે તે અને જે ધિરાણ મેળવતા ખેડુત ખાતેદારો કે જેમા ઉપાડ કરતા વધારે ધિરાણ બતાવે છે જે બેંક્ના ખાતામા નાણાકીય વ્યવહારોમાં સેવા સહકારી મંડળીના કર્જખતમાં અમારી કે અમારા કોઈપણ સાક્ષીઓ સહી નથી તો અમારા બેંકના સેવિંગ એકાઉન્ટમાં જમા કેવી રીતે થયા? અને જમા થયા પછી જે ઉપાડ બતાવે તેમાં વીડ્રોલ ફોર્મમાં પણ અમારી સહી નથી કે જેમાં રૂબરૂ હાજર રહેલ નથી તેમ છતા વીડ્રોલ કેવી રીતે થઇ શકે? આ બધી બાબત પરથી માલુમ થાય છે કે આપની બેંકના કર્મચારીઓ પણ પૂર્ણ રીતે સામેલ છે


નહિતર વીટ્રોલ થઈ શકે નહીં. જેમાં સેવિંગ બેંક એકાઉન્ટની ચેકબુક પણ અમારી પાસે નથી તો આ વીડ્રોલ કેવી રીતે થઈ શકે? અને જે સમયગાળામા છેતરપિંડી થઇ છે તે સમયના જે બેંક કર્મચારીઓ હતા તે જ બેંક કર્મચારીઓ દ્વારા બેંકના એકાઉંટ્ઝા ફ્રોડ/છેતરપિંડી થઇ છે તે મુજબ અમોને માલુમ થાય છે કે બેંકના કર્મચારીઓ વગર આ ફ્રોડ/છેતરપિંડી શક્ય નથી તો આપ સાહેબ ફરીયાદી બની આ ગુનામા સામેલ કરી તેમની પણ ધરપક્ડ કરી તેમની પણ તપાસ કરી તેમની સામે પણ યોગ્ય સખ્તમા સખ્ત કાર્યવાહી કરો તેવી અમારી ગ્રામજનોની માગણી છે જેથી ખેડુતોને યોગ્ય ન્યાય મળી શકે. જય હિન્દ

