આજ રોજ અમીરગઢ તાલુકા ના વિરમપુર ગામમાં પ્રમુખ વિદ્યાલય માં સગર્ભા બેહનો ને કુપોષણ થી બચવાં માટે ની કીટો ની વિતરણ કરવામાં આવ્યું આ કીટ 100 થી વધુ સગર્ભા બેહનો ને કીટ નું વિતરણ કરવામાં આવ્યું
આજ રોજ વિરમપુર ખાતે એક એવી સંસ્થા કે જે શિક્ષણ ના શિસ્ટાચાર થી લઈને સમાજ સેવા માં પણ આગવી ઓળખ ધરાવે છે આ સંસ્થા નું નામ છે સમભાવ ટ્રસ્ટ જે કુપોષિત સગર્ભા બેહનો અને TB ના દર્દીઓ માટે એક અનોખું અભિયાન ચાલવા માં આવે છે જેમાં જે મહિલાઓ કુપોષિત હોય તેમને કીટ નું વિતરણ કરવામાં આવે છે આ કીટ ની કિંમત અંદાઝે 1100 રૂપિયા છે અને આ સંસ્થા દ્વારા 100 જેટલી સગર્ભા મહિલાઓને આ કીટ આપવામાં આવે છે

જેના થકી છેલ્લા 30 મહિના 524 ડિલિવરી આ સંસ્થા થકી મહિલાઓ આ વિસ્તાર માં કરવામાં આવી છે જેમાં એક પણ જોખમી સગર્ભા નું કુપોષણ ના કારણે માતા મરણ થયેલ નથી જે એક આ સંસ્થા ની સીધી છે અને સરકાર સુધા પણ આ સંસ્થા ની સરહના કરી રહ્યા છે અને રાજ્ય ના આરોગ્ય મંત્રી રિષિકેશ પટેલ પણ આ સંસ્થા ની અવારનવાર મુલાકાત લઇ ચુક્યા છે.
આ સંસ્થા દ્વારા સગર્ભા બેહનો ને કુપોષણ થી તો દૂર કરવામાં આવી જ રહ્યા છે પણ એક સમગ્ર એશિયા માં TB રોગ માં અવ્વલ રેહનાર આ અમીરગઢ તાલુકા માં આ સંસ્થા દ્વારા TB મુક્ત ભારત નું અભિયાન જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ શરૂ કર્યું છે તેને અનુસરી ને અહીંયા TB ના આ દર્દીઓ ને પણ પોશાક આહાર ની કીટ આપવામાં આવતી હોય છે અને તેમનો આરોગ્ય નું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે અને TB ને લગતી તમામ સારવાર અહીંયા મફત કરવામાં આવે છે આ સંસ્થા આ TB મુક્ત ભારત નું અભિયાન પણ છેલ્લા 30 મહિના થી ચલાવે છે જેને પરિણામે એશિયા માં TB રોગ થી સૌથી પ્રથમ રેહનાર અમીરગઢ તાલુકા માઁ આજ હવે માત્ર 3 ટકા જેટલાં જ TB ના દર્દીઓ રહી ગયા છે
તે આ સંસ્થા માટે ગર્વ લેવા જેવી બાબત છે આ સંસ્થા માં અવાર નવાર શિક્ષણ ને લઈને પણ નવીન પ્રયોગ કરવામાં આવતા હોય છે આ શાળા દ્વારા સૌ પ્રથમ હાજરી પુરાવતી વખતે હાજર સાહેબ ની જગ્યા એ જય શ્રી રામ બોલી ને હાજરી પૂરવાની શરૂઆત કરી હતી ત્યાર બાદ આ શાળા માં શ્રાવણ માસ દરમ્યાન 11 જ્યોતિર્લિંગ ની સ્થાપના કરી ને સમગ્ર શ્રાવણ માસ દરમ્યાન આ શાળા ના બાળકો એ ભગવાન શિવ ની પૂજા કરી હતી આ સંસ્થા શિક્ષણ ના જ્ઞાન સાથે સાથે ધાર્મિક જ્ઞાન પણ આ બાળકો ને આપે છે

આ ગુજરાત ની પરંતુ ભારત ની એક શાળા છે જે સનાતન ધર્મ ના દરેક પર્વ ને શાળા ના બાળકો દ્વારા અહીંયા ઉજવામાં આવે છે અને આ શાળા ના LKG અને HKG ના બાળકો પોતાની કાળી વાળી વાણી માં હનુમાન ચાલીસા બોલે છે એટલે આ શાળા કલયુગ માં પણ સતયુગ ના ગુરુકુળ જેવું જ્ઞાન આપી રહ્યું છે
અહેવાલ = વિક્રમ સરગરા

