– દેશને સ્વચ્છ અને હરીયાળો બનાવવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘સ્વચ્છતા હી સેવા’ તેમજ ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન શરૂ કરાવ્યા છે.

આ સાથે દેશભરમાં વિવિધ સ્થળોએ ‘સ્વભાવ-સ્વચ્છતા, સંસ્કાર-સ્વચ્છતા’ના ધ્યેય સાથે ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૪’ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો શરૂ થયા છે.

જેતપુરની નવાગઢ નગરપાલિકામાં હાલ સ્વચ્છતા અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. નગરમાં સ્વચ્છતા સાથે વિવિધ જાગૃતિ કાર્યક્રમો થકી નાગરિકોમાં પણ સ્વચ્છતાના સંસ્કાર દ્રઢ બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

જે અંતર્ગત નવાગઢની તાલુકા શાળા નંબર-૧ના વિદ્યાર્થીઓ દિવાલ પર વિવિધ પેઈન્ટિંગ્સ બનાવવામાં આવ્યા છે. જેના થકી નાગરિકોને સ્વચ્છાગ્રહી બનવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો.

