નાગરિકોની સુખાકારી માટે સરકાર કટિબદ્ધ છે. નાગરિકોને પીવાનું ચોખ્ખું પાણી, રોડ રસ્તા, શિક્ષણ, આરોગ્ય વગેરે પ્રાથમિક સુવિધાઓ સરળતાથી મળી રહે તે માટે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે ભારે વરસાદ બાદ શહેરના વિવિધ વિસ્તારોના રસ્તાઓમા નુકશાન થયું હતું.

વાહન ચાલકોને હાલાકી ન ભોગવવી પડે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ રસ્તાઓનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા શહેરના વોર્ડ નંબર 18 માં આવેલા લિજ્જત પાપડ રોડના ખરાબ થયેલા રસ્તા પર મેટલ પાથરવાની કામગીરી હાથ ધરાઈ હતી. લિજ્જત પાપડ રોડમા મેટલ દ્વારા ખાડા પૂરવામાં આવ્યા હતા. જેથી વાહન ચાલકોને તકલીફ ભોગવવી પડે નહીં.

