Gujarat

છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખે સદસ્યતા અભિયાન 2024 હેઠળ છોટાઉદેપુર જિલ્લાના પરવેટાના વિવિધ ગામોમાં જઇને લોકોને સદસ્ય બનાવ્યા

ભારતીય જનતા પાર્ટી દ્વારા શરૂ કરાયેલ સદસ્યતા અભિયાન 2024 અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ દ્વારા તેમના મતવિસ્તાર ૨૨ પરવેટાના વિવિધ બુથો જેમ કે પરવટા ,સિંહાદ્રા ,કલેડીયા, કૃષ્ણપુરા, લુણાદરા, સાતબેડીયા, માનીબિલી વસાહત આમ વિવિધ બુથો પર પ્રવાસ કરીને લોકોને ભાજપના પ્રાથમિક સદસ્ય બનાવ્યા હતા.
લોકો ખૂબ મોટી સંખ્યામાં ભાજપના સદસ્ય બન્યા હતા. આ પ્રસંગે તેઓની સાથે તાલુકા પંચાયતના સભ્ય ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર