મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ તાલુકા ની ગ્રામપંચાયત ની ચૂંટણી ને લઇને કઠલાલ તાલુકામાં સરપંચ અને સભ્યો ના ફોર્મ ભરવા માટે કઠલાલ તાલુકા પંચાયત મા પબ્લિક નો ઘસારો તેમજ સરપંચ અને સભ્ય નું ફોર્મ લેવા અને ભરવા માટે ઉમેદવારો તેમના ટેકેદારો સાથે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે.
હાલ પ્રાપ્ત માહિતી મુજબ કઠલાલ તાલુકામા સરપંચ મટે ૩૩ જ્યારે સભ્યો માટે ૫૧ ફોર્મ ભરવામાં આવ્યા છે ઉમેદવારી પત્રો ૪ તારીખ સુધી ભરી શકાશે
જ્યારે ૬ તારીખે ઉમેદવારી પત્રો ની ચકાસણી કરવાંમા આવશે અને ૭ તારીખ ના રોજ ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ રહેશે ૧૯ ડિસેમ્બર ના રોજ ચૂંટણી યોજાશે અને ૨૧ મી તારીખ ના રોજ મતગણતરી હાથ ધરાશે .


