Gujarat

ઊનાના દેલવાડાનો યુવાન માછીમારી દરમ્યાન દરીયાના ઉડા પાણીમાં ગરકા થતા મોત…

ઊનાના દેલવાડા ગામે રહેતો યુવાન માછીમારી કરી ધરનું ગુજરાન ચલાવી હોય અને વણાંકબારની બોટમાં દરીયામાં માછીમારી કરવા ગયેલ ત્યારે અચાનક વાતાવરણમાં પલ્ટો આવતા દરીયાના તોફાની મોજાના કારણે માછીમાર યુવાન અચાનક દરીયાના ઉંડા પાણીમાં ગરકાવ થઇ જતાં તેમનું મોત નિપજેલ હતું. દિવના વણાંકબારાની ઓમ ગંગા નામની બોટમાં બેલીમ અનવર કાસમ ઉ.વ.૩૧ રહે. દેલવાડા આ માછીમાર બોટમાં માછીમારી કરવા ગયેલ ત્યારે અચાનક વાતાવરણમાં પલ્ટો આવતા અને દરીયામાં તોફાની મોજા ઉછળતા હોવાના કારણે આ ખલાસી અચાનક દરીયાના ઉંડા પાણીમાં ગકાવ થતા બોટમાં રહેલા અન્ય માછીમારોએ દરીયામાં શોધખોળ શરૂ કરતા કલાકો બાદ આ ખલાસીનો મૃતદેહ મળી આવતા બોટ મારફતે કાંઠે લાવવામાં આવેલ હતો. આ બનાવથી માછીમાર પરીવારમાં શોક પ્રસરી ગયેલ હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *