એક ભાવુક વ્યક્તિ કોલ કરી મહિલા વિશે જણાવતા ટીમ ધટના સ્થળ પર પોહચી ગર્ભવતી મહિલા સાથે વાતચિત કરતા તેમના પરિવારનું સરનામુ મળતા બહેનને તેમના પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યું મહીલાને રાત્રી સમયે સુરક્ષા આપી અને સુરક્ષિત રીતે પોતાના પરિવાર પાસે પહોંચાડી ઘટનાની વિગતો આપતાં અભયમને જણાવ્યું કે, પાનવડ વિસ્તારમાં એક અજાણી ગર્ભવતી મહિલા મુંઝાયેલી હાલતમાં એકલી છે. અને પૂછપરછનો કોઈ જવાબ આપતી નથી જણાવે છે. કે ઘરેથી કહ્યા વગર નીકળી આવી છું.
જેથી મદદ માગી હતી. તરત છોટાઉદેપુર 181 અભ્યમ રેસ્કયુ ટીમ ઘટના સ્થળે પહોંચીને એ મહિલાનું પોતાની સુરક્ષા હેઠળ લઈને હૂંફ અને સહાનુભૂતિ આપી. જરૂરી પૂછપરછ કરી મહિલા જણાવે છે, કે તે ઘરેથી કંટાળીને તેમના પરિવાર ને કહ્યા વગર નીકળી આવી છે.
મને સમજાતું નથી મારે શું કરવું અને ક્યાં જવું. મહીલાને પ્રેમ લાગણી આપતા શાંત કરી અને ધીરજપૂર્વક વાતચીત કરી મહિલાને સમસ્યા વિશે જણાવ્યું અને નિરાકરણ લાવી મહીલાને રાજીખુશથીથી પરિવારમાં તેમના પતિ સાથે સ્નેહમિલન કરાવ્યું તેમના પતિએ 181 ટીમની આભાર વ્યક્ત કર્યો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર