રાજકોટ દેશી બનાવટના હથીયાર સાથે ઈસમને પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.
રાજકોટ શહેર તા.૨૬/૯/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેરમાં શરીર સબંધી ગુન્હાઓ અટકાવવા તથા મિલ્કત સબંધી ગુન્હાઓ ડિટેક્ટ કરવા તેમજ શહેર વિસ્તારમાં થયેલ વાહન ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ વિગેરે અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય, ક્રાઈમ બ્રાંચ એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોરના માર્ગદર્શન હેઠળ DCB પોલીસ સ્ટેશનના વી.ડી.ડોડીયા તથા તેમની ટીમના પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અમીતભાઇ અગ્રાવત, યુવરાજસિંહ ઝાલા, અશોકભાઇ ડાંગર ને મળેલ ચોક્કસ હકીકત આધારે રાજકોટ, જામનગર રોડ, શીતલપાર્ક મે.રોડ ઉપરથી નીચે જણાવેલ આરોપીને ગેરકાયદેસર હથિયારો સાથે પકડી પાડી કાર્યવાહી કરવામાં આવેલ છે. કલ્પેશભારથી ઉર્ફે ગુરૂ ગોપાલભારથી ગોસ્વામી ઉ.૩૦ રહે-મીયાણા કોલોની, મુંદ્રા જી.કચ્છ. કબ્જે કરેલ મુદ્દામાલ દેશી બનાવટનો તમંચો, દેશી બનાવટની પીસ્ટલ, ૩ જીવતો કાર્ટીસ કુલ કિં.૩૫,૧૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

