Gujarat

કૌશિકા પટેલને ભારત માતા અભિનંદન સન્માન પુરસ્કાર એનાયત

અમદાવાદ ખાતે યોજાયેલ ભારત માતા અભિનંદન દિવસ ઉજવણી સમારોહ નિમિત્તે સુરત જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતાં ઓલપાડનાં ટકારમા ગામનાં વતની કૌશિકા પટેલ સન્માનિત થયા હતાં. બીના પટેલ ફાઉન્ડેશન ટ્રસ્ટ, ગાંધીનગર દ્વારા આયોજીત આ સમારોહમાં ડો. જગદીશ ચૌધરી, મધુબન પ્રજાપતિ, ડો. ગુલાબભાઈ વિગેરેની ઉપસ્થિતિમાં કર્મશીલ કૌશિકા પટેલને ભારત માતા અભિનંદન સન્માન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
મહિલાઓનાં વિશેષ સન્માન અર્થે અપાતાં આ પુરસ્કાર માટે સુરત જિલ્લામાંથી પસંદગી પામેલ કૌશિકા પટેલને સહકર્મીઓ સહિત સ્નેહીજનોએ અભિનંદન પાઠવ્યા હતાં.