Gujarat

રાજકોટ મહાનગરમાં એક જ દિવસમાં ૨૮૦ ગાબડા પુરી રોડ સમથળ કરાયા

રાજકોટ શહેર તથા જિલ્લામાં અતિવૃષ્ટિ પછી તૂટી ગયેલા અનેક રસ્તાઓનું હાલ રિપેરિંગ ચાલી રહ્યું છે. રાજકોટ મહાનગર પાલિકાના કમિશનર શ્રી દેવાંગ દેસાઈના નિર્દેશ મુજબ, મહાનગરના વિવિધ વિસ્તારોમાં ખાડા-ગાબડા પૂરીને રસ્તાઓને સમથળ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

રસ્તા રિપેરિંગની કામગીરી અંતર્ગત રાજકોટ મહાનગરમાં ગત રોજ કાલાવડ રોડ તેમજ સેન્ટ્રલ ઝોનમાં ૨૮૦ જેટલા ખાડા-ગાબડા પૂરીને રોડ સમથળ કરવામાં આવ્યા છે. આજે સેન્ટ્રલ ઝોનના વોર્ડ-૧૩માં રોડ રિપેરિંગની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

 

ઉલ્લેખનીય છે કે, ૨૪મી સપ્ટેમ્બરે રાજકોટમાં કુલ મળીને ૮૭ જેટલા ખાડા-ગાબડાનું સુવ્યવસ્થિત પુરાણ કરીને રોડ સમથળ બનાવવામાં આવ્યા છે. રાજકોટ મહાનગરના રસ્તાઓ સમથળ બનતાં વાહનચાલકો રાહત અનુભવી રહ્યા છે. આ કામગીરી હજુ પણ ચાલી રહી છે.