આજ રોજ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ છોટાઉદેપુર ખાતે SPC life Scince’s લિમિટેડ કંપની મકરપુરા, વડોદરા ના સહયોગથી CSR અંતર્ગત સ્નેહલ પટેલ ફાઉન્ડેશન દ્વારા ચિલ્ડ્રન હોમ, છોટાઉદેપુરના કુલ-૪૪ અનાથ બાળકોને શૈક્ષણિક કિટમાં સ્કૂલ બેગ તથા વિવિધ પ્રકારના સ્પોર્ટ્સના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સદર વિતરણ કાર્યક્રમમાં સ્નેહલ પટેલ ફાઉન્ડેશનના રાકેશ સકશેના (પ્રોજેક્ટ કો. ઓર્ડીનેટર ઓફિસર), નીલેશ ઠક્કર (પર્સનલ રિલેશન ઓફિસર), સ્નેહા મેડમ તથા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી રવિદાસ રાઠવા તથા બાળ કલ્યાણ સમિતિના ચેરપર્સન જોલીબેન શાહ તથા બાળ કલ્યાણ સમિતિના સભ્યો તેમજ ચિલ્ડ્રન હોમના અધિક્ષક મુકેશ રાઠવા અને વહાલા બાળકો સદર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સ્નેહલ પટેલ ફાઉન્ડેશન મકરપુરા, વડોદરા ના CSR ફંડ દ્વારા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું સ્પોર્ટ્સ કીટની વિવિધ સાધનો દ્વારા બાળકો મેળવીને ખૂબ આનંદ અનુભવી રહ્યા હતા.
સદર કાર્યક્રમમાં બાળ કલ્યાણ સમિતિના ચેરપર્સન જોલીબેન શાહ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારથી આવતા બાળકો માટે સ્નેહલ પટેલ ફાઉન્ડેશન દ્વારા આવેલ કીટ આશીર્વાદરૂપ સમાન છે. અને અન્ય કંપની પણ તેમના CSR ભંડોળ માંથી આવા બાળકોને મદદરૂપ થાય તેવું આહવાન કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

