Gujarat

એક દેશી હાથ બનાવટના તમંચા સાથે એક ઈસમને ઝડપી પાડતુ સ્પેશીયલ ઓપરેશન ગૃપ

રોહન આનંદ ઇન્યા. પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ગેરકાયદેસર હથિયાર રાખતા ઇસમો ઉપર નજર રાખી ગેરકાયદેસર હથિયારો પકડી પાડવા તેમજ એ.ટી.એસ.ના ચાર્ટર મુજબની કામગીરી શોધી કાઢી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના કરેલ
જે અન્વયે એસ.ઓ.જી. I/C પોલીસ સબ ઇન્સપેક્ટર, વી.એન.તડવીનાઓ તેઓના સ્ટાફના માણસો સાથે પાનવડ પો.સ્ટે વિસ્તારમાં પ્રેટ્રોલીગમા હતા તે દરમ્યાન એસ.ઓ.જી. I/C પોલીસ સબ ઇન્સપેક્ટર, વી.એન.તડવી નાઓને ખાનગી રાહે બાતમી હક્કિત મળેલ કે, પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારના રાયપુર ગામે બાલ મંદિર ફળીયામા રહેતા વિરસીંગભાઈ રતનીયાભાઇ રાઠવાનાઓ પોતાની પાસે એક દેશી હાથ બનાવટનો તંમો લાયસન્સ પરવાના વગરનો ગેર કાયદેસરનો રાખેલ હોવાની સચોટ માહિતી આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા વિરસીંગભાઇ રતનીયાભાઇ રાઠવા ઉ.વ ૫૦ ધંધો, ખેતી રહે. રાયપુર, બાલ મંદિર ફળીયા તા.ક્વાંટ.જી.છોટાઉદેપુર નાઓના પોતાના કબજા ભોગવટાના રહેણાક મકાનના દક્ષીણ બાજુના ઓરડાની દિવાલમાં બનાવેલ ટાંકામા એક ચોપડા નીચે રાખેલ ગેરકાયદેસર અને વગર પાસ પરવાનાનો એક દેશી હાથ બનાવટનો તંમચો કિમત રૂપીયા ૫,૦૦0/- ગણી તપાસ અર્થે કબજે કરેલ છે અને સદરી પકડાયેલ ઇસમ વિરૂધ્ધ ધી આર્મ્સ એકટ મુજબ પાનવડ પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને છોટાઉદેપુર એસ.ઓ.જીને ગેરકાયદેસર હથિયાર શોધી કાઢવામા સફળતા મળેલ છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર