Gujarat

સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોને રસ્તા માટે ૧૬.૮૫ ફાળવણી કરાવતા ધારાસભ્ય મહેશભાઈ કસવાલા. આ ખબર મળતાં જ સાવરકુંડલા તાલુકા પંચાયત પ્રમુખ જીતુભાઈ કાછડીયાએ પાઠવી શુભેચ્છા..

સાવરકુંડલા તાલુકાના  ગ્રામ્ય વિસ્તારોના રોડ રસ્તા સુધારણા માટે  ૧૬.૮૫ કરોડની  ફાળવણી કરાતાં સાવરકુંડલા લીલીયાના એક્ટિવ અને સતત પ્રયત્નશીલ ધારાસભ્ય મહેશભાઇ  કસવાલા રહ્યા. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ૧૬.૮૫ કરોડ વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા સુધારણા માટે મંજૂર કરવામાં આવ્યા જેમાં સાત મુખ્ય પ્રોજેક્ટ મંજૂરી આપવામાં આવી છે
જેમાં વીજપડી થી વીજપડી રેલ્વે સ્ટેશન (૫ કી.મી) ૨.૭૫ કરોડ તેમજ લીખાળા ગાધકડા રામગઢ (૯.૬૦ કી.મી)  ૫.૩૦  જેવા કુલ સાત પ્રોજેક્ટની મંજૂરી ધારાસભ્યના પ્રયાસથી  મેળવવામાં આવેલ છે તે બદલ સાવરકુંડલા તાલુકા પંચાયત પ્રમુખ જીતુભાઈ કાછડીયા દ્વારા શુભેચ્છા પાઠવી આ ગ્રામ્ય વિસ્તારોના રોડ રસ્તા સુધાર થવાથી ખેડૂતો તેમજ માલધારી તેમજ દરરોજ મુસાફરી કરતા વિદ્યાર્થીને ફાયદો મળવાનો તેમજ ખુશીની લાગણી વ્યક્ત કરી રહ્યા છે એમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું
બિપીન પાંધી