Gujarat

સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે એટીવિટીની ગ્રાન્ટમાંથી ૧૦૦ બ્રાસ સીસી રોડ કાર્ય પૂર્ણ. વિકાસના કાર્યોમાં  યુવા સરપંચ ભરતભાઈ  મોખરે

સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામ એટીવિટીની ગ્રાન્ટમાંથી ૧૦૦ બ્રાસનો સીસી રોડ કાર્ય પૂર્ણ  કરવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક સરપંચ ભરતભાઈ તાલુકા પંચાયત સદસ્ય વિજયભાઈ ચાવડા હરેશભાઈ ભુવા ભોળાભાઈ બલદાણીયા કાળુભાઈ જોગરાણા રાજુભાઈ બેલીમ દીપકભાઈ ચાવડા તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહી નવરાત્રી ચોક થી બારપરા બજારનો સીસી રોડ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું વર્ષો જુના આ પ્રશ્નનો નિકાલ કરવામાં આવ્યો છે જેથી સ્થાનિક રહીશોમાં ખુશીનો માહોલ છવાયો હતો આ સિવાય વીજપડીમાં ગટર લાઈન બ્લોક પેવિંગ જેવા કામોને હાલ અગ્રતા આપવામાં આવી રહી છે એમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું
બિપીન પાંધી