Gujarat

જિલ્લા કલેકટરશ્રી દિગ્વિજયસિંહ જાડેજાની અન્ન માફિયા વિરૂદ્ધ કડક કાર્યવાહી

*ઊનાના ઉમેજ ગામે આશરે 3.50 લાખનો ગેરકાયદેસર અનાજ અને કેરોસીનનો જથ્થો સીઝ*
ગીર સોમનાથ,૨૬ સપ્ટે: કલેકટરશ્રી દિગ્વિજયસિંહ ડી. જાડેજાના ઊના તાલુકાના ઉમેજ ગામે ગેરકાયદેસર અનાજ અને કેરોસીનના જથ્થા હોવાની બાતમી મળતાં તાત્કાલિક મામલતદારશ્રી, ઉનાને સ્થળ પર તપાસ હાથ ધરવા સૂચના આપતા, મામલતદારશ્રી,ઉના અને તેમની ટીમ દ્વારા
સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરતાં ઉમેજ ગામે FPS સંચાલક ભગુભાઈ જોધુભાઈ દુદાવાળાના ઘરે બાજરીના ૨૭ કટ્ટા જેની કિંમત આશરે રૂ.૩૬૪૫૦/- તથા વાજબી ભાવની દુકાને વધુ તપાસ કરતા ઘઉ, બાજરી, ચોખા, સીંગતેલ, ખાંડ મળી કુલ ૭૯૦૯.૫ કિલો જથ્થો શંકાસ્પદ મળી આવેલ,જેની બજાર કિંમત આશરે ૩,૦૪,૨૮૧/- થાય છે, સદર તમામ જથ્થો સીઝ કરવામાં આવેલ હતો.
 
વધુમા, આ તપાસ દરમિયાન ભગુભાઈ જોધુભાઈ દુદાવાળાના ઘરના આગળના ભાગે આવેલ ઓરડીમાંથી આશરે ૮૦૦ લીટર (04 બેરલ) જેટલો કેરોસીનનો જથ્થો જેની અંદાજિત બજાર કિંમત ૮૦૦૦૦/- નો જથ્થો સીઝ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.