*૩૭૬ દર્દીઓ આ કેમ્પમાં ભાગ લીધો*
જામકંડોરણા ખાતે આવેલી સરકારી હોસ્પિટલમાં ભારત સરકાર દ્વારા એક કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પી ડી યુ મેડિકલ કોલેજ સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતેથી આવેલા તજજ્ઞ દ્વારા આરોગ્ય લક્ષી સેવાઓ આપવા આવી હતી જામકંડોરણા સહિત તાલુકાભરમાથી ગ્રામજનો આ કેમ્પમાં ભાગ લીધો હતો

જામકંડોરણા જનતાએ નાગરિકો આ કેમ્પ સ્ત્રી રોગ નિષ્ણાંત, બાળકો ના નિષ્ણાંત, કાન નાક ગળા ના નિષ્ણાંત, ચામડી ના રોગના નિષ્ણાંત બીપી ડાયાબિટીસ હ્રદય રોગ વગેરે ના ડોક્ટર એમડી ફિઝિશિયન આંખના નિષ્ણાંત હરસ મસા વગેરે સર્જરી ના નિષ્ણાંત ડોકટરો દ્વારા દર્દીઓની તપાસ અને સારવાર કરવામાં આવી હતી

જામકંડોરણા સરકારી હોસ્પિટલ ખાતે થયેલા કેમ્પ માં ડો. મધુ નિયતી, (ગાયનેક) ડો. મૌલીક ગોંડલીયા, (મેડીસીન) ડો. રૂપલ ડોડીયા, (પીડીયાટ્રીકસ) ડો. નિતીન ગોહિલ (સર્જરી) ડો. ભુમિ પટેલ અને કાર્તીક, પટેલ (ઓપ્થલમોલાજી) ડો. આકાંક્ષા યાદવ(ઈ.એન.ટી) ડો. ગરીમા યાદવ, (સ્કીન એન્ડ વી.ડી) ડો. દેવાંશી, (એનેસ્થેસીયોલોજી) ડો. આષીશ કુમાર અગ્રવાલ (સાયકીયાટ્રીકસ) ડો. હર્ષ રાયઠઠા (ઓર્થોપેડીકસ) ડો. સાઈ આદિત્ય નાયડુ (ટી.બી.એન્ડ ચેસ્ટ) આ સરકાર દ્વારા આયોજિત કેમ્પ સેવા આપી હતી

આ કેમ્પ ને સફળ બનાવવા જામકંડોરણા સરકારી હોસ્પિટલ ના અધિક્ષક ડો. પ્રતીક ધોડકીયા અને સરકારી હોસ્પિટલ પુરા સ્ટાફે ભારે જહમત ઉઠાવી હતી
અતુલ લશ્કરી જામકંડોરણા
