કોટડાસાંગાણી તાલુકા ના શાપર ગામ મેઈન રોડ પર આવેલ મામાં સાહેબ મંદિર ખાતે નવલા નોરતા ની તદામાર તયારીઓ શરૂ કરાય છે. જેમાં અહીંયા છેલ્લા અગિયાર વર્ષ થી મંદિર ના પરિસર માં નવરાત્રી મહોત્સવ નું આયોજન કરવામાં આવે છે.
મામાં સાહેબ મંદિર ગરબી મંડળ દ્વારા પણ આગામી નવરાત્રી મહોત્સવ ઉજવવા માટે બાળાઓ ના રાસ ગરબાની તાલીમ આપવાની શરૂઆત થઈ ગયેલ છે.દર વર્ષ ની જેમ આ વર્ષ પણ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.

જેમાં પચાસ થી વધુ નાની મોટી બાળાઓ માતાજી ની આરાધના કરશે,અને બે ગ્રુપ માં રાસ ગરબા યોજાશે અહીં મામાં સાહેબ મંદિર ગરબી મંડળ દ્વારા યોજાતા નવરાત્રી મહોત્સવ માં અહીંયા નો પ્રખ્યાત ભુવા રાસ,કુમ કુમ કેરા પગલાં,આધશક્તિ તુજને નમુ,માડી તારા મંદિરી યામા,રૂડા જગમગ દીવડા થાય,દીવાની દીવેટે,ધમ્મર ધમ્મર,વાગ્યોરે ઢોલ,કાળા કાળા કાનજી ને, જેવા અનેક નવા રાસોની રમઝટ બોલાવવામાં આવશે,દશેરા એ હવન અને શરદપૂનમ ની રઢીયાળી રાત્રે લાણી વિતરણ સહીત ના કાર્યક્રમ યોજાશે,શ્રી મામાં સાહેબ મંદિર ગરબી મંડળ દ્વારા આયોજન ને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવવા માં આવી રહી છે.
તેમજ અહીંયા નવે નવ દિવસ નવરાત્રી મહોત્સવ દરમ્યાન મોટી સંખ્યા માં ભાવિકો ગરબી મહોત્સવ નિહાળવા ઉમટી પડે છે. તેવું મંદિર ના સંચાલક રાજુભાઈ ડેરે એક અખબારી યાદી માં જણાવેલ છે.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ

