સ્પોર્ટ ઓથોરિટીટી ઓફ ગુજરાત, જિલ્લા રમત ગમત અધિકારી છોટાઉદેપુર દ્વારા આયોજિત અખિલ ભારતીય શાળાઓની રમત સ્પર્ધામાં વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. જે અંતર્ગત છોટાઉદેપુરના એકલવ્ય તીરંદાજી એકેડમી નસવાડી ખાતે જિલ્લા કક્ષાની ૨૦૨૪-૨૫ ની તીરંદાજી સ્પર્ધા તા. ૨૫/૯/૨૪ ના રોજ યોજાઈ હતી.
જેમાં છોટાઉદેપુર સનરાઈઝ સ્કૂલમાં અભ્યાસ કરતી યુતિ ચિરાગભાઈ મુન્શી (u -૧૪ કેટેગરી) માં પ્રથમ આવ્યા હતા. અને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આદિવાસી વિસ્તારમાં યુતિ મુન્શી પ્રથમ આવતા અન્ય વિદ્યાર્થીઓ પણ તીરંદાજી માટે પ્રોત્સાહિત થયા છે.
ઉલ્લેખનીય છે કે આ તીરંદાજી સ્પર્ધામાં (u-૧૪ કેટેગરી માં) દેસાઈ હેતવી કમલભાઈ ને બોન્ઝ મેડલ જ્યારે (u-૧૭ કેટેગરી માં) રાઠવા ઊર્મિલાબેન દિનેશભાઇને સિલ્વર મેડલ અને પ્રજાપતિ મિથિલ યતીનકુમારને બોન્ઝ મેડલ, અને (u-૧૯ કેટેગરી માં) રાઠવા હિતેશભાઈ સંજયભાઈને બોન્ઝ મેડલ મળ્યો હતો.

દરેક વિજેતા બાળકોનું તિરંદજીની સ્પર્ધામાં જીત તથા મેડલ મેળવ્યા બદલ શાળાના આચાર્ય, સ્ટાફ અને કોચ દ્વારા અભિવાદન કરવામાં આવેલ અને નજીકના સમયમાં પ્રથમ રાજ્ય કક્ષાએ અને ત્યારબાદ રાષ્ટ્ર કક્ષાએ યોજાનાર તીરંદાજીની સ્પર્ધામાં જે બાળકો ભાગ લેનાર છે. તેમાં ફરી વિજેતા બનવા માટે અને છોટાઉદેપુર જિલ્લાનું નામ રોશન કરવા માટે તેઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ અને પ્રોત્સાહિત પણ કરવામાં આવેલ હતા..
વર્ઝન બોક્સ —
એકલવ્ય તીરંદાજીના કોચ દિનેશભાઇ ભીલે જણાવ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લામાં અભ્યાસ કરતા બાળકો અભ્યાસની સાથે સાથે રમત ગમત ક્ષેત્રે પણ સ્પર્ધાત્મક રમતોમાં ઉત્સાહ થી ભાગ લઈ રહ્યા છે. અને પોતાનું કૌશલ્ય બતાવી રહ્યા છે. અને તેના કારણે બીજા બાળકો પણ પ્રોત્સાહિત થઈ રહ્યા છે. અને આગળ વધી રહ્યા છે. જ્યારે પ્રથમ ક્રમાંક મેળવી રાષ્ટ્રકક્ષા સુધી જવાની પણ તૈયારીઓ બતાવી રહ્યા છે. જે બાળકના વિકાસ માટે અને સ્વાસ્થ્ય માટે, ખૂબ જ સારી બાબત છે. આજ રીતે બાળકો આગળ વધે તેવી સૌ બાળકોના માતા પિતાની તથા ગુરુની આશા હોય છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

