સુરેન્દ્રનગર SOG ટીમે લખતર પંથકમાંથી 11 કિલો 800 ગ્રામ સૂકા ગાંજા સાથે એક ઈસમની ધરપકડ કરી છે. જપ્ત કરાયેલા ગાંજાની બજાર કિંમત 5,90,000 રૂપિયા આંકવામાં આવી છે. પોલીસને મળેલી બાતમીના આધારે, સુરેન્દ્રનગરના મફતીયાપરા-2, ખોડીયાર મંદિર પાછળ રહેતા જેરામભાઈ ધુડાભાઈ ગડથરાને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની પાસેથી 11 કિલો 800 ગ્રામ ગાંજો અને 5,000 રૂપિયાનો એક મોબાઈલ ફોન મળી કુલ 5,95,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આરોપી જેરામભાઈ ગડથરા વિરુદ્ધ લખતર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

