નૂ તન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી.ડી.કાણકિયા આર્ટ્સ અને શ્રી એમ.આર.સંઘવી કોમર્સ કોલેજમાં તારીખ ૨૮-૯-૨૪ શનિવારના રોજ નાટક માટે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.આ વર્કશોપમાં ૨૫ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો. બે કલાકની આ કાર્યશાળામાં અંગ્રેજી વિષયનાં પ્રો. ડો. હાર્દિક ઉદેશી દ્રારા નાટકની સમજ આપવામાં આવી હતી.
તેમણે નાટકની અંદર આવતાં નવ રસ વિશે વિગતે માહિતી આપેલ. દરેક વિદ્યાર્થીઓને પોતાને ગમતાં વિષય ઉપર હાવભાવ સાથે અભિનય કરવા માટે કહેવામાં આવ્યું. ત્યારબાદ, ડો. હાર્દિક ઉદેશી સાહેબે પણ અભિનયનાં અંગો જેમ કે, આંગિક, વાચિક અને આહાર્ય વિશે અભિનય સાથે જણાવ્યું હતું.
નાટકનાં પાત્રો ભજવવામાં આવે ત્યારે જે તે પાત્રને આત્મસાત કેવી રીતે કરી શકાય, એ પણ સમજ આપી હતી. આ વર્કશોપમાં વિશેષ માર્ગદર્શન, કોલેજના પ્રિ.ડો.રવિયા સાહેબે આપ્યું હતું.
બિપીન પાંધી

