નડિયાદ ખાતે યોજાયેલી ગુજરાત સ્ટેટ એથ્લેટિક્સ સ્પર્ધામાં રાજ્યના ૪૦૦ જેટલા રમતવીરોએ ભાગ લીધો હતો. જેમાં મૂળ રાજકોટ નિવાસી નીલાબેન ચોટાઈએ ટ્રીપલ જંપ ગોલ્ડ મેડલ, ૨૦૦ મીટર દોડ ગોલ્ડ મેડલ તથા ૧૦૦ મીટર દોડમાં બ્રોન્ઝ મેડલ સાથે ત્રણ ત્રણ મેડલ હાંસલ કરી ચોટાઈ પરિવારનું ગૌરવ વધાર્યું છે.

નીલાબેન ચોટાઈ પોતે ડો. શૈલજા અને ડો. રાધિકાના માતૃશ્રી તેમજ તાતણીયાના ગાંધીવિચારધારા ધરાવતાં સ્વ બાલુભાઇ કાળીદાસ ગઢીયાની સુપુત્રી છે. અને સાવરકુંડલાના પત્રકાર બિપીનભાઈ પાંધીના માસી થાય છે. તેમની આ અદભૂત સફળતા બદલા સ્નેહીજનો દ્વારા શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે.
બિપીન પાંધી

