Gujarat

મેઘપર પાસેથી ગેરકાયદે ખનીજ ભરેલા 3 ડમ્પર પકડાયા

લખપત તાલુકાના મેઘપર પાસેથી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી ગેરકાયદેસર ખનીજ ભરેલા ત્રણ ડમ્પર ઝડપી પાડ્યા હતા.

પ્રાપ્ત વિગત મુજબ નરા પોલીસને બાતમી મળી હતી કે, નખત્રાણા તાલુકાના વાલ્કા બાજુથી ગેરકાયદેસર ખનીજ ભરીને ત્રણ ડમ્પર મેઘપર તરફ આવી રહ્યા છે, જેથી નરા પોલીસ મથકના પી.એસ.આઇ. વી.ડી. ગોહિલ, સ્ટાફના દશરથ આર. ચાવડા, મહેન્દ્ર રાવળ સહિતના દ્વારા વોચ ગોઠવી મેઘપર પાસેથી પસાર થઈ રહેલા ડમ્પર નંબર જી.જે.12 બી.ઝેડ.8301, જી.જે. 12 બી.ઝેડ.8302, જી.જે.12 બી.ઝેડ.8303ને ઉભા રખાવીને તપાસ કરતા તેમાં ખનીજ ભરેલું હોવાનું જણાવતા ત્રણે ડમ્પરના ચાલક ઇમરાન ઈસ્માઈલ જત, રહે.કોડકી તા.ભુજ, ઇમરાન અલીમામદ જત રહે.જતવાંઢ તા.ભુજ તેમજ મુસ્તાક જુસબ જત રહે.જતવાંઢ તા.ભુજ પાસેથી પરમીટ, રોયલ્ટીની રસીદ માગતા તેઓની પાસે કોઈ આધાર-પૂરાવા મળી આવ્યા ન હોવાથી ગેરકાયદેસર ભરેલા ડમ્પરને કબ્જે કરી તે અંગેની જાણ ખનીજ વિભાગને કરવામાં આવી હતી.