Maharashtra

નવી મુંબઇમાં બાઇક પર જઇ રહેલા ૩ કર્મચારીની ટેન્કર નીચે કચડાઇને મોત

મુંબઈ
પનવેલ મહાપાલિકામાં કોન્ટ્રેક્ટ પર કામ કરતા બે સફાઇ કર્મચારી અને સિડકોનો એક કર્મચારી તળોજા એમઆઇડીસીમાં કામ કરીને બાઇક પર ઘરે જઇ રહ્યા હતા. પણ તળોજામાં દીપક ફર્ટિલાઇઝર કંપની નજીક ટેન્કર નીચે આવી જતા શાંતારામ, કાળુરામ, ભુરયાનું મોત નિપજ્યું હતું. આ દુર્ઘટનામાં બે જણનું ઘટના સ્થળે અને એક વ્યક્તિએ હોસ્પિટલમાં જીવ ગુમાવ્યો હોવાનું કહેવાય છે.નવી મુંબઇના તળોજામાં ભીષણ અકસ્માતમાં પનવેલ મહાપાલિકાના બે સફાઇ કર્મચારી અને સિડકોના એક કામગાર મોતને ભેટયા હતા. બાઇક પર જઇ રહેલા ત્રણ કર્મચારી ટેન્કર નીચે આવી ગયા હતા. પોલીસે મામલાની નોંધ લઇ વધુ તપાસ હાથધરી છે. અકસ્માત પછી થોડા સમય માટે વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો.

Mumbai-Accident.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *