International

મેસીને વર્લ્‌ડ બેસ્ટ ફૂટબોલર તરીકે બાલોન ડી’ઓર એવોડ

પેેરિસ,
સ્પેનની વર્લ્‌ડ કપ ટીમના કેપ્ટન ઈકર કેસિયસ અને જર્મન લેજન્ડ ટોની ક્રૂઝે પણ બાલોન ડી’ઓરના વિજેતા તરીકે લેવાન્ડોવસ્કીને બદલે મેસીનું નામ જાહેર કરતાં નારાજગી વ્યક્ત કરી છે. કેસિયસે કહ્યું કે, ખેલાડીના પર્ફોમન્સના આંકડા જુઓ તો પસંદગી કરવી મુશ્કેલ નહતી. ક્રૂઝે તો ત્યાં સુધી કહ્યું કે, મેસી આ વખતે તો બાલોન એવોર્ડનો હકદાર નહતો.બાર્સેલોના છોડીને પીએસજીમાં જાેડાયેલા આર્જેન્ટીનાના દિગ્ગજ ફૂટબોલર લાયોનેલ મેસીને વિશ્વના શ્રેષ્ઠ ફૂટબોલર તરીકેનો પ્રતિિષ્ઠિત બાલોન ડી’ઓર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. મેસીને રેકોર્ડ સાતમી વખત આ એવોર્ડ આપવામાં આવ્યો છે. જ્યારે વિશ્વના ટોચના ફૂટબોલર તરીકેનું સ્થાન ધરાવતા ક્રિસ્ટીયાનો રોનાલ્ડોને છેક છઠ્ઠું સ્થાન મળ્યું હતુ. સ્પેનની એલેક્સિયા પ્લુટેલાસને બેસ્ટ મહિલા ફૂટબોલર જાહેેર કરવામાં આવી હતી. જર્મન ફૂટબોલ કલબ બાયર્ન મ્યુનિખમાં સામેલ પોલેન્ડનો ફૂટબોલર લેવાન્ડોવસ્કી આ વખતે એવોર્ડ જીતવા માટે ફેવરિટ મનાતો હતો. જાેકે તે બીજા સ્થાને રહ્યો હતો. અલબત્ત, તેને બેસ્ટ સ્ટ્રાઈકરના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. મેસી અગાઉ ૨૦૦૯, ૨૦૧૦, ૨૦૧૧,૨૦૧૨ તેમજ ૨૦૧૫ અને ૨૦૧૯માં પણ આ એવોર્ડ જીતી ચૂક્યો હતો. કોરોનાના કારણે ગત વર્ષે એવોર્ડ સેરેમની યોજાઈ નહતી. જાેર્ગીન્હોને ત્રીજું સ્થાન મળ્યું હતુ. નોંધપાત્ર છે કે, છેલ્લા ૧૩માંથી ૧૨ એવોર્ડ મેસી કે રોનાલ્ડોએ જીત્યા છે. એકમાત્ર ૨૦૧૮માં ક્રોએશિયાના લુકા મોડ્રીચને આ એવોર્ડ મળ્યો હતો. મેસીને વર્લ્‌ડ બેસ્ટ ફૂટબોલર તરીકે બાલોન ડી’ઓર ટ્રોફી આપવા સામે વિવાદ સર્જાયો છે. જર્મન મીડિયાએ બાલોન ડી’ઓરના આયોજકો પર છેતરપિંડીનો આક્ષેપ મૂક્યો હતો. જર્મન મીડિયાનો આક્ષેપ છે કે, મેસી કરતાં જર્મન લીગમાં રમતાં લેવાન્ડોવસ્કીની સિદ્ધિ અને પર્ફોમન્સ ચડિયાતુ છે. લેવાન્ડોવસ્કીએ ૨૦૨૧માં ૩૦ મેચમાં ૩૮ ગોલ ફટકાર્યા હતા. જર્મન લેજન્ડ લોથર મેથ્યુસે કહ્યું કે, આ ર્નિણય સમજની બહાર છે.

Missi-Record.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *