Delhi

વર્લ્‌ડ બેડમિંટન ટુરની ફાઈનલ્સ શરૂ થતાં પી.વી. સિંધુ પર નજર

ન્યુદિલ્હી,
ભારતની પી.વી. સિંધુ વર્ષ ૨૦૧૮માં વર્લ્‌ડ બેેડમિંટન ટુરની ફાઈનલ્સ ટુર્નામેન્ટ જીતી ચૂકી છે. તે ગત ટુર્નામેન્ટમાં પણ ફાઈનલમાં પ્રવેશી હતી. જેના કારણે ભારતીય બેડમિંટનના ચાહકોને તેની પાસેથી આ વખતે શાનદાર દેખાવની અપેક્ષા છે. ગૂ્રૂપ-એમાં તે પ્રથમ મુકાબલામાં ટોપ સીડ ધરાવતી થાઈલેન્ડની પોર્નપાવી ચોચુવાંગ સામે ટકરાશે. વર્ષમાં ચાર સુપર સિરિઝ જીતનારા ચોથા ખેલાડી તરીકેનો રેકોર્ડ ધરાવતો શ્રીકાંત પણ મેન્સ સિંગલ્સમા ભાગ લઈ રહ્યો છે. વર્લ્‌ડ રેન્કિંગમાં ભૂતપૂર્વ નંબર વન ખેલાડી શ્રીકાંત મલેશિયાના બીજાે સીડ ધરાવતા લી ઝી જીયા સામે ટકરાશે. જ્યારે તેના ગૂ્રપમાં ફ્રાન્સનો ટોમા જુનિયર પોપોવ અને ક્યુન્લાવ્યુટ વિટિદસાર્ન પણ સામેલ છે.આવતીકાલથી શરૃ થી રહેલી વર્લ્‌ડ બેડમિંટન ટુરની ફાઈનલ્સ ટુર્નામેન્ટમાં ભારતીય ચાહકોને ડબલ ઓલિમ્પિક મેડાલીસ્ટ અને વર્લ્‌ડ ચેમ્પિયન બેડમિંટન સ્ટાર પી.વી. સિંધુની સફળતાની આશા છે. સિંધુની સાથે સાથે ભારતનો યુવા ખેલાડી લક્ષ્ય સેન મેન્સ સિંગલ્સમાં સ્પર્ધામાં ઉતરવાનો છે. તેની આ કારકિર્દીની સૌપ્રથમ એલિટ ટુર્નામેન્ટ છે. જ્યારે ભારતના ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજની જાેડી મેન્સ ડબલ્સમાં સ્પર્ધામાં ભાગ લેવા માટે ક્વોલિફાય થયા છે. બાલીમાં યોજાઈ રહેલી દોઢ લાખ અમેરિકન ડોલરની ટુર્નામેન્ટમાં સાત ભારતીય ખેલાડીઓ સ્પર્ધામાં ઉતરવાના છે. ભારતની અશ્વિની પોનપ્પા અને એન. સિક્કી રેડ્ડીની જાેડી વિમેન્સ ડબલ્સમાં ભાગ લઈ રહ્યા છે.

bedminten.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *