યુવાનો બાળકો દ્વારા પિરામિડ, ડાન્સ સ્ટેપ, નાગિન ડાન્સ વગેરે નું આયોજન કરવામાં આવે છે
હાલ ચાલી રહેલા નવરાત્રી મહોત્સવ મા પ્રાચી તીર્થ ની પ્રખ્યાત શ્રી અંબે ગરબી મંડળ મા પ્રાચી તીર્થ ના બાળકો યુવાનો તેમજ નાની મોટી બાળાવો દ્વારા રોજ નવા નવા નૃત્ય ,ડાન્સ સ્ટેપ, તેમજ બાળકો તેમજ યુવાનો દ્વારા પિરામિડ, ડાન્સ સ્ટેપ, નાગિન ડાન્સ, સહિતના નૃત્ય કરી સ્થાનિક ગામ લોકો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં થી ગરબી નિહાળવા આવતા તમામ મહેમાનો ને આકર્ષિત કરી રહ્યા છે
આ તકે ગામના આગેવાનો તેમજ દાતા શ્રી ઓ દ્વારા ગરબી મંડળ મા ભાગ લેતા તમામ બાળાઓ તેમજ યુવાનો ને રોજ અવનવી લાહણી ઓ તેમજ પ્રોત્સાહિત ઇનામો આપી પ્રોત્સાહિત કરવા મા આવે છે આ નવરાત્રી મહોત્સવ પર્વ ને લઈ ગરબી મંડળ ના સંચાલક હર્ષદ ભાઈ જોશી તેમજ તેમની ટીમ દ્વારા ભારે જહેમત ઊઠાવી નવ દિવસ સુધી સતત કાર્યરત રહી આ નવરાત્રી મહોત્સવ ના પાવન પર્વ ને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે
હાર્દિક કાનાબાર પ્રાચી

