Gujarat

નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતની સફળ સર્વગ્રાહી વિકાસયાત્રાના ૨૩ વર્ષની સફળતાની ઉજવણીના વિકાસ સપ્તાહનો પ્રારંભ

વિકાસ સપ્તાહ- ૧
નિવાસી અધિક કલેકટરના ઉપસ્થિતીમાં  જિલ્લાના પદાધિકારી અને અધિકારીઓ સામૂહિક ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લીધી હતી
નાગરિકો ભારત વિકાસ પ્રતિજ્ઞા https://pledge.mygov.in/bharat-vikas/ પોર્ટલ પર ઓનલાઈન લઈને પ્રમાણપત્ર મેળવી શકાશે
 નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના ૧૪માં મુખ્યમંત્રી તરીકે તા. ૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાની કરવટ બદલી હતી. તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની ૨૦૦૧ થી ૨૦૨૪ સુધીની ૨૩ વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથામાં જનભાગીદારીને જોડીને તા.૭ થી ૧૫ ઓક્ટોબર સુધી થનારા “વિકાસ સપ્તાહ”ની ઉજવણીનો પ્રારંભ ભારત વિકાસ પ્રતિજ્ઞાથી થયો છે..છોટાઉદેપુર જિલ્લા સેવા સદનના સંકલન હોલ ખાતે નિવાસી અધિક કલેકટરશ્રી. શૈલેશ ગોકલાણીની ઉપસ્થિતીમાં જિલ્લા વહીવટી તંત્રના પદાધિકારીઓ,અધિકારીઓ અને કર્મચારીઓએ સામૂહિક પ્રતિજ્ઞામાં જોડાઈને “ભારત વિકાસ પ્રતિજ્ઞા” લીધી હતી. સાથે જિલ્લા કક્ષાએ વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને
સ્ટાફ દ્વારા તેમની ઓફિસમાં પણ પ્રતિજ્ઞા લીધી હતી.
વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે. તેને સાકાર કરવામાં પોતાનું સંપૂર્ણ યોગદાન માટે મન-કર્મ-વચનથી તત્પર રહેવા સાથે દેશ માટે સમર્પિત ભાવનાની સામૂહિક ભારત વિકાસ પ્રતિજ્ઞા સૌએ લીધી હતી.
 
વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ભારત વિકાસ પ્રતિજ્ઞા ઓનલાઈન લઈ શકાય તે હેતુથી https://pledge.mygov.in/bharat-vikas/ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. સૌ નાગરિકો તેનો લાભ લઈ શકશે અને પ્રતિજ્ઞા લીધાનું સર્ટિફિકેટ મેળવી શકશે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર