Gujarat

અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારની ઉપસ્થિતિમાં વિકાસ પદયાત્રા યોજાઈ

મહત્મા ગાંધી સર્કલથી દરબાર હોલ સુધીની પદયાત્રા યોજાઈ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત અને દેશનું સુકાન સંભાળ્યું તેને ૨૩ વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે તેમના નેતૃત્વમાં દેશ અને વિશેષ કરીને ગુજરાતમાં થયેલા વિકાસને યાદ કરવાનો અને તેનું સ્મરણ કરવાનો અવસર ‘વિકાસ સપ્તાહ’ તરીકે રાજ્યમાં ઉજવાઈ રહ્યો છે.
ત્યારે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રાજ્યમંત્રી અને છોટાઉદેપુર જિલ્લના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારની ઉપસ્થિતિમાં વિકાસ પદયાત્રા યોજાઈ હતી. આ યાત્રામાં ઉપસ્થિત મહાનુભાવોએ મહત્મા ગાંધીજીની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી મહત્મા ગાંધી સર્કલથી દરબાર હોલ સુધી યાત્રા યોજાઈ હતી.
નાગરિક પ્રથમ અભિગમ સાથે લોકાભિમુખ અને સક્રિય શાસનના પગલાંના ભાગરૂપે વિકાસ સપ્તાહ અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર છોટાઉદેપુર ખાતે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, ધારાસભ્ય અભેસિંહભાઈ તડવી, જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, જેમાં જિલ્લાના અધિકારીઓ-કર્મચારીઓ, પોલીસ જવાનો ઉત્સાહભેર જોડાયા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર