મલ્લિકા શેરાવત આ દિવસોમાં ફિલ્મ ‘વિકી વિદ્યા કા વો વાલા વિડિયો’માં તેના રોલને લઈને ચર્ચામાં છે.
હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન મલ્લિકાએ સાઉથ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાનો પોતાનો અનુભવ શેર કર્યો હતો. એક્ટ્રેસે કહ્યું કે, એક દિગ્દર્શકે તેને કહ્યું હતું કે તેની હોટનેસ એક ગીતમાં દર્શાવવાની છે, જેના માટે હીરો તેની કમર પર રોટલી શેકશે.
Hotterflyને આપેલા ઈન્ટરવ્યુમાં મલ્લિકા શેરાવતે કહ્યું, ‘હું સાઉથમાં એક ગીતનું શૂટિંગ કરી રહી હતી.
ડિરેક્ટર મારી પાસે આવ્યા અને કહ્યું, મેડમ, તમે ખૂબ જ હોટ છો અને અમે તમારી હોટનેસ સ્ક્રીન પર બતાવવા માંગીએ છીએ. મેં કહ્યું, હા બરાબર. પણ દ્રશ્ય શું છે? અને મારે શું કરવું પડશે?

મલ્લિકાએ કહ્યું, ‘દિગ્દર્શકે મને કહ્યું કે આ સીન ગીત માટે ખૂબ જ જરૂરી છે. પરંતુ મેં આ ભૂમિકાને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે તે મારા માટે યોગ્ય રહેશે નહીં.
જો કે આ ગીત દ્વારા તે બતાવવા માંગતો હતો કે સ્ત્રી કેટલી હોટ હોય છે.

