Gujarat

સાવરકુંડલામાં જોગીદાસબાપુ ખુમાણની પ્રતિમાનું અનાવરણ, સાવરકુંડલાના શહેરીજનો માટે એક ઐતિહાસિક ક્ષણ.. કાઠિયાવાડી પરંપરાની અનોખી સોડમનો અહેસાસ

આજે સાવરકુંડલામાં આજનો સૂરજ  ઐતિહાસિક ઉગ્યો.  સંત સુરાની ધરતી તરીકે ઓળખાતી સાવરકુંડલાની ધરતીનું ફલક  જોગીદાસબાપુ ખુમાણ સાથે જોડાયેલું છે.
આજે, જોગીદાસબાપુ ખુમાણ નગર સેવા સદનનું નામકરણ કરવામાં આવ્યું સાથોસાથ વિશ્વવંદનીય સંત મોરારીબાપુના વરદહસ્તે જોગીદાસ બાપુ ખુમાણની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. હજારો લોકોની ઉપસ્થિતિ વચ્ચે સંતો, મહંતો અને રાજકીય સામાજિક અગ્રણીઓ પણ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા.
આ તકે પૂ. મોરારીબાપુએ જોગીદાસબાપુ ખુમાણના જીવન અને કાર્યોને બિરદાવતાં તેમણે કહ્યું હતું કે જોગીદાસબાપુ ખુમાણ એક મહાન સંત તુલ્ય હતાં. તેમનું નામ હંમેશા સાવરકુંડલાના ઇતિહાસમાં સોનેરી અક્ષરે રેખાંકિત થતું રહેશે. આ પ્રસંગે નગર સેવા સદનનું નામ પણ જોગીદાસબાપુ ખુમાણને સમર્પિત કરતાં આ સદનને નવી ઓળખ પ્રાપ્ત થઈ છે. આજનો દિવસ સાવરકુંડલાના લોકો માટે ગૌરવનો દિવસ છે.
જોગીદાસબાપુ ખુમાણની પ્રતિમાનું અનાવરણ એ સાવરકુંડલાના ઇતિહાસની એક અણમોલ ઘડી – એક નવો અધ્યાય ઉમેરવા સમાન છે. સાથોસાથ આજે આ ઐતિહાસિક ઘડીએ  ભીખુદાનભાઈ ગઢવી(પદ્મશ્રી) નું વિશિષ્ટ સન્માન પણ કરવામાં આવેલ.
બિપીન પાંધી