૧૩૭- છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારના છોટાઉદેપુર તેમજ જેતપુરપાવી તાલુકામાં સુવિધાપથ યોજના અંતર્ગત ગામતળમા સી.સી.રોડ ૩.૬૪ કરોડના ખર્ચે મંજુર કરાયા છે.
છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ રાજ્યના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને છોટાઉદેપુર વિધાન સભા મત વિસ્તારમાં સી.સી.રોડ મંજુર કરવા રજૂઆત કરી હતી. જે રજૂઆતના પગલે રાજ્યના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે છોટાઉદેપુર વિધાન સભા મત વિસ્તારના આવતા વિવિધ ગામો જેવા કે છોટાઉદેપુર માણકા રોડ (જાગનાથ મંદિર),તારાપુર નાનીરાસલી રોડ,તેજગઢ પાલસંડા માલુ રોડ (સીલોજ ગામતળ),કરસોલી ફળિયા એપ્રોચ રોડ (કદવાલ પોલીસ સ્ટેશન) અને કદવાલ ઓલીયાકલમ મોટા અમાદરા રોડ રૂપિયા ૩.૬૪ કરોડના ખર્ચે મંજુર કરાયા છે. જેને લઇને છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો સૌ પ્રજાજનો વતી આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

