Gujarat

ગોંડલના સુલતાનપુર ગામમાં ધોધમાર વરસાદના કારણે ખેડૂતોને હાલત કફોડી

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામ સહિત આ વિસ્તારમાં દિવાળી ટાણે અષાઢી માહોલ સર્જાયો છે છેલ્લા ૩ દિવસથી રોજ સાંજ પડે ને મેઘરાજા મનમુકીને વરસી રહયા છે ત્યારે જગતનાં તાત માટે આ આકાશી આફતે મોઢે આવેલો કોળીયો છીનવી લીધો છે.
 
સુલતાનપુર સહિત આસપાસના ગામમાં છેલ્લા અઠવાડિયા થી વરસાદ વરસી રહ્યો છે પરંતુ છેલ્લા ત્રણ દિવસમાં ભારે વરસાદ પડતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે તેમજ ખેડૂતોના પાથરા વરસાદ વાટે ને જતા રહ્યા હાલ તો આ વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે
આસો મહિનામાં મેઘાવી માહોલનાં કારણે ખેતરોમાં ઉભા પાક પર વરસાદ પડતા મગફળી, કપાસ, ડુંગળી, સોયાબીન, કઠોળનાં પાક સંદતર નિષ્ફળ ગયા છે જેનાં કારણે ખેડુતોને રોવાનો વારો આવ્યો છે.
આ વરસે વરસાદી સિઝનમાં સારો એવો વરસાદ પડતા જગતનો તાત ગેલમાં આવી ગયો હતો અને સારા વરસાદનાં કારણેમગફળી,સોયાબીન, કપાસ, ડાંગર, ડુંગળી અને કઠોળ જેવા ચોમાસુ પાકનુ મોટાપાયે વાવેતર કરવામાં આવ્યુ હતુ સારા વરસાદને કારણે ખેતરોમાં ડુંગળી, કપાસ, ડાંગર અને મગફળી જેવા ઉપાડવાની તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે જ ફરી મેઘરાજાએ કાળો કેર વર્તાવી દીધો છે.
આ વિસ્તારમાં મગફળીનુ સૌથી વધુ વાવેતર થયુ હતુ અને દર વખતની માફક આ વરસે પણ મગફળીનાં પાક સારો થયો હતો અને ખેડુતોએ હોંશે હોંશે પોતાનાં ખેતરમાંથી મગફળી કાઢી પાથરા કરી ખેતરમાં જ સુકાવા મુકી દીધી હતી જેનાં પર મેઘરાજાએ કેર વરસાવી દેતા મગફળીનો પાક ધોવાઈ ગયો છે.
મગફળીની સાથે માવઠાનાં કારણે
ડાંગર, સોયાબીન, મરચી અને કઠોળ જેવા પાકને પણ ભારે નુકશાન થતા ખેડુતોનાં મોઢે આવેલો કોળીયો છીનવાઈ ગયો છે અને ૪ મહીનાની મહેનત પર પાણી ફરી વળ્યુ છે જેનાં કારણે ખેડુતોને ઉપર આભ અને નીચે ધરતી જેવો ઘાટ સર્જાયો છે.
આ વિસ્તારમાંપડેલા લીલા દુકાળને કારણે નુકશાનીનો આંક આંકી શકાય તેવો નથી ગઇકાલે પણ સમગ્ર સૌરાષ્ટ્રમાં અનેક સ્થળે ભારે વરસાદ પડયો હતો જેનાં કારણે ઉભા મોલ પર પાણી ફરી વળ્યુ હતું.
કમોસમી વરસાદને કારણે પરસેવાની કમાણી પાણીમાં તણાઈ જતા ખેડુતો લાચારીમાં મુકાઇ ગયા છે અને સરકાર પાસે નુકશાનીનું પેકેજ જાહેર કરવાની માંગ કરી રહહ્યા છે.