Gujarat

જેતપુર-નવાગઢમાં તાલુકા આરોગ્ય કચેરીમાં સઘન સફાઈઃ ઝાંડી ઝાંખરા હટાવાયા

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન તેમજ સ્વચ્છ ભારત મિશનના ૧૦ વર્ષની ઉજવણી નિમિત્તે નિર્મળ ગુજરાત ૨.૦ અંતર્ગત હાલ, રાજકોટ ઝોનની વિવિધ નગરપાલિકાઓમાં સઘન સ્વચ્છતા ચાલી રહી છે.

આ સાથે ‘સ્વભાવ સ્વચ્છતા તથા સંસ્કાર સ્વચ્છતા’ની થીમ સાથે વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા છે.

જેતપુર-નવાગઢ નગરપાલિકા વિસ્તારમાં આવેલી તાલુકા આરોગ્ય કચેરી ખાતે આજે સઘન સ્વચ્છતા ઝુંબેશ યોજવામાં આવી હતી. જેમાં કચેરીના પરિસરની દિવાલ તેમજ બહારની બાજુએ ઊગી ગયેલા ઝાડી-ઝાંખરા, ઘાસને દૂર કરવામાં હતા.  નોંધનીય છે કે, ભારત સરકારનું ‘સ્વચ્છતા હી સેવા અભિયાન’ આગામી ૩૧મી ઓક્ટોબર સુધી ચાલનાર છે.