યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ – ચલાલા ખાતે પુ. શ્રી.ડો. રતિદાદા દ્વારા જરૂરિયાતમંદ બાળકો અને દીકરીઓને કપડા વિતરણ કરાયું.
માનવસેવા અને લોકસેવાના કલ્યાણકારી કાર્યોની અવિરત ધારા વહેવડાવતી ભાગીરથીરૂપી સંસ્થા ચલાલા અને આજુ-બાજુના વિસ્તારમાં માટે આશીર્વાદ રૂપ એવા યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા દ્વારા જરૂરિયાતમંદ બાળકો અને દીકરીઓને કપડા વિતરણ કરવામાં આવ્યા હતા.
પૂ.શ્રી.ડો. રતિદાદાએ જણાવ્યું હતું કે આવા સેવાકાર્યમાં દાતાઓનો સહયોગ ખુબ અગત્યનો છે. વિનુભાઈ કાછડિયા તથા બાબુભાઈ કાછડિયા – અમદાવાદ (ચલાલા) તરફથી સહયોગ પ્રાપ્ત થયો હતો. આ સેવાકીય કાર્યથી બધા બાળકો અને દીકરીઓ ખુબ જ ખુશ થયા હતા. અને અંતરના આશીર્વાદ આપ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા ભારત ભૂષણ મહેશભાઈ મહેતા, મંજુબા, શીતલબેન મહેતાએ જહેમત ઉઠાવી હતી.
બિપીન પાંધી

