Gujarat

ડુંગળીની આડમાં અફીણના જીંડવા પોષડોડાનો 12,95,760 રૂપિયાનો જથ્થા સાથે એક વ્યક્તિની પીકઅપ ગાડી સાથે ઝાલોદ પોલિસે અટકાયત કરી

રાજસ્થાન મોનાડુંગર તરફ થી આવતા વાહન સાથે અફીણના જીંડવા 16,14,250 ના મુદ્દામાલ પોલિસે ઝડપી પાડયો
ઝાલોદ પોલિસ ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે તારીખ 23-10-2024 ના રોજ સવારે 4 વાગે વાહન ચેકીંગ કરી રહેલ હતી ત્યારે રાજસ્થાન બાંસવાડા તરફથી મહિન્દ્રા કંપનીની પીકઅપ ગાડી MP-14-ZB-6925 આવતા પોલિસ દ્વારા વાહન ચેકીંગ કરવામાં આવ્યું હતું. પોલિસ દ્વારા વાહન ચેક કરતા પહેલી નજરમાં બટાકાના થેલાના કટ્ટા જોવા મળ્યા હતા પોલિસને શંકા જતા ગાડી ખોલી બટાકાના થેલા ઉપર નીચે કરી તપાસ કરતા પોલિસ ચોકી ગઈ હતી. પોલિસને બટાકાના થેલાની આડમાં નીચે બીજા થેલાઓમા અફીણના જીંડવાના પોષડોડાના થેલાઓ મળી આવેલ હતા.
પોલિસ દ્વારા ડ્રાઇવરની વધુ ઝીણવટ ભરી તપાસ કરતા તેણે તેનું નામ માંગીલાલ બાબુલાલ વારીયા ઉ.37 મલ્હારગઢ , મંદસૌર ( મધ્ય પ્રદેશ) જણાવ્યું હતું. ડ્રાઇવરની પૂછપરછ કરાતા તેણે જણાવ્યું હતું કે દિલીપ માલવીયા એ પીકઅપ ગાડીમાં આ જથ્થો ગાડીમાં ભરી આપેલ હતો અને તેમણે ભાવનગર શબ્જી મંડી ખાતે લઇ જવાની છે તેવી માહિતી આપી હતી તેમજ એક મોબાઇલ આપ્યો હતો અને આ મોબાઇલ પર ભાવનગર વાળી પાર્ટી કોલ કરશે તેમ જણાવ્યું હતું. વધુમાં ડ્રાઇવર દ્વારા કબૂલાત કરવામાં આવી હતી કે ઇન્દ્રજીતસિંહ સરવૈયા અને અશોક ખેર સાથે મુલાકાત થઈ હતી ગાડી ભરી આપનાર દિલીપ માલવીયા દ્વારા અગાઉ પણ આ વ્યક્તિઓ સાથે ડ્રાઇવરની મુલાકાત કરાવી હતી તેથી ડ્રાઇવર આ વ્યક્તિઓને અગાઉથી ઓળખતો હતો. જેથી ઝાલોદ પોલિસ દ્વારા આ ચારેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરનો કેસ નોંધી આગળની તપાસ હાથ ધરેલ છે.
પોલિસ દ્વારા ગાડીની તપાસ કરતા ગાડી માંથી અફીણના જીંડવા પોષડોડા ભરેલ કુલ 22 થેલા જેનો વજન 431.92 કિલો જેની અંદાજિત કિંમત 12,97,760 , ડુંગળી ભરેલ કટ્ટા 12 નંગ જેની અંદાજિત કિંમત 8490 , મોબાઈલ 2 નંગ 10,000 ,પીકઅપ ગાડી 3,00,000 મળી કુલ 16,14,250 નો માલ ઝડપી પાડી આગળની દિશામાં કાયદેસરની તપાસ ઝાલોદ પોલીસ દ્વારા કરવામાં આવેલ છે. આમ ઝાલોદ પોલીસની સતર્કતા થી મોટા પ્રમાણમાં ગેરકાયદેસર જથ્થો પકડી પાડવામાં સફળતા મેળવેલ છે.
પંકજ પંડિત  તાલુકો : ઝાલોદ  જિલ્લો : દાહોદ