Gujarat

જૂનાગઢ સ્થિત ભવનાથ ખાતેથી વનસ્પતિથી બનેલ પ્લાન્ટસ્ટિક બોટલનું લોકાર્પણ

ભવનાથ તિર્થક્ષેત્ર અને ગરવા ગીરનારની સોળે કળાએ ખીલેલી પ્રકૃતિના રક્ષણ માટેની આ પહેલને બિરદાવતા: મહંતશ્રી મહેશગીરી બાપુ

ગીરનાર લીલી પરીક્રમાંમાં હજારોની સંખ્યામાં આવતા ભાવીકો પ્લાસ્ટીક નહી પણ પ્લાન્ટસ્ટિક અપનાવીએ

જૂનાગઢ ભવનાથ અને ગીરનાર વન વિસ્તારમાં પ્રકૃતિના રક્ષણ માટે શરૂ કરાયેલ પ્લાસ્ટિક મુક્ત ગીરનાર પહેલમાં પ્રકૃતિને નુકશાન ન પહોચે તેવા હેતુથી જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શનમાં ચેમ્બર ઓફ કોમર્સ તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ગુજરાતના એક સ્ટાર્ટઅપને મદદ કરી તેમના દ્વારા શેરડી અને મકાઈના છોતરામાંથી સંપૂર્ણ વનસ્પતિ આધારિત એગ્રીવેસ્ટ મટીરિયલ એવા પ્લાન્ટસ્ટિક બોટલ તૈયાર કરવામાં આવી છે. તેનું લોકાર્પણ જૂનાગઢના ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરડીયા તથા પરમ પૂજ્ય મહંતશ્રી મહેશગીરી બાપુની ઉપસ્થિતીમાં કરવામાં આવ્યુ.

  

આ પ્રસંગે ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરડીયા એ જણાવ્યુ કે જૂનાગઢ સ્થિત ભવનાથ પરિક્ષેત્ર અને ગરવા ગીરનારની પ્રકૃતિને માણવા દેશ-વિદેશથી સહેલાણીઓ અને ભાવીકો પર્યટન માટે આવતા હોય ત્યારે પ્રકૃતિના રક્ષણની જાળવણી મુખ્ય વિષય વસ્તુ બની રહી છે ત્યારે આ પહેલથી આપણે પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણનું નિર્માણ કરી આપણી ધરોહર સમા વન્ય-પ્રાણીઓ, પક્ષીઓ, અને જંગલ વિસ્તારને સ્વચ્છ રાખવામાં એક મુખ્ય ભાગ રહેશે.

પરમ પુજ્ય મહંતશ્રી મહેશગીરી બાપુએ ચેમ્બર ઓફ કોમર્સ અને પ્લાન્ટસ્ટીક નિર્માણ કરતી કંપનીનો આભાર માનતા આ ભવનાથ તિર્થક્ષેત્ર અને ગરવા ગીરનારની સોળે કળાએ ખીલેલી પ્રકૃતિના રક્ષણ માટેની આ પહેલને બિરદાવી ગીરનારની લીલી પરીક્રમાં અને શિવરાત્રીના મેળામાં આવતા ભાવિકોને આ સંપૂર્ણ વનસ્પતિથી બનેલ પ્લાન્ટસ્ટિકનો ઉપયોગ કરી પર્યાવરણ અને વન્યપ્રાણીઓનું જતન કરવા જનમતને વિનંતી કરી હતી. દર વર્ષની જેમ ગીરનાર ખાતે યોજાતી ગીરનાર લીલી પરિક્રમાંમાં હજારોની સંખ્યામાં ભાવિકો પૂણ્યનું ભાથુ બાંધવા આવે છે ત્યારે લોકોને પ્લાસ્ટિક ખૂબ નુકશાન કારક છે અને તેનો ઉપયોગ ન કરવો જોઈએ તેના ભાગરૂપે પ્લાન્ટસ્ટિક બોટલનો ઉપયોગ કરી પર્યાવરણનુ જતન કરીએ.

આ લોકાર્પણ સમારોહમાં પ્લાન્ટસ્ટિકનું નિર્માણ કરતી કંપનીના ડારેક્ટરશ્રી નીખીલ કુમારે ઉપસ્થિત તમામને  પ્રેઝન્ટેશન દ્વારા આ બોટલ તથા વનસ્પતિથી બનતી અન્ય વસ્તુઓ વિશે જાણકારી આપી આવનારા સમયમાં સમગ્ર ગીર વિસ્તાર અને સોરઠ પ્રદેશમાં પ્લાસ્ટિક મુક્ત વસ્તુઓ પહોચતી કરી અહિંની પ્રકૃતિના રક્ષણ માટે કંપની સહભાગી થશે એમ જણાવ્યુ હતુ.

ભવનાથ ખાતે યોજાયેલ આ લોકાર્પણ કાર્યક્રમાં ચેમ્બર ઓફ કોમર્સના મંત્રી શ્રી સંજય પુરોહિત, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરશ્રી ધૈર્ય જોષી, મેનેજરશ્રી ચેતન જયસ્વાલ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર એ.એ.ભાલીયા, ઉતારા મંડળ ના પ્રમુખ શ્રી ભાવેશ ભાઈ વેકરીયા, ભવનાથ વેપારી મંડળના પ્રમુખ રમેશભાઈ, ભવનાથના વેપારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.