Gujarat

સાવરકુંડલા શહેરમાં વીરદાદા જસરાજ સેના ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ બાળકો સાથે ફટાકડા ફોડીને ખરાં અર્થમાં દિવાળીના તહેવારોનો પ્રારંભ કર્યો

આમ ગણીએ તો વીરદાદા જસરાજ સેના ટ્રસ્ટ સાવરકુંડલાનો પરિચય એટલે માનવતાનો પર્યાય.
બસ યૂઁ હી જલાયે રખના એ જ્યોત હૈ પ્રેમ માનવતા કી
ખુશીનું પર્વ એટલે દિવાળી અને એ દિવાળી જયારે જરૂરીયાતમંદ બાળકો જે ઝૂંપડપટ્ટીમાં રહે છે તેમની સાથે મનાવવામાં આવે ત્યારે એનો અનેરો આનંદ  હોય છે અને ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકો જે ભગવાનનું સ્વરૂપ કેહવાય છે તેના મોં પર  સ્મિત અને ખુશીના આસું લાવવા એ ખુબજ અઘરું કાર્ય છે જો કે આ ખુશી આજે માનનીય ચંદ્રેશભાઇ રવાણીએ તમામ ખર્ચો આપીને આ ઉજવણી કરી હતી
અને સાથે સાગર મશીનરીના માલિક અશ્વિનભાઈ સાગરે બાળકોના મોં મીઠા કરાવ્યા હતા અને સાથે વીરદાદા જસરાજ સેના સાવરકુંડલાએ આ ઉત્સવ જરૂરીયાતમંદ ગરીબ બાળકો સાથે મનાવીને માનવતાની મહેંક ફેલાવી હતી જે જરૂરિયાતમંદ બાળકો મોંઘા ફટાકડા ફક્ત જોય  શકે પણ ફોડી ના શકે એવા ફટાકડા આ બાળકોએ ફોડ્યા હતા
જે બાળકોની ખુશી કિકિયારીનો અવાજ એટલો મધુર હતો કે આ ઊજવણી કરનાર વીરદાદા જસરાજ સેનાના ટ્રસ્ટી ચંદ્રેશભાઇ રવાણી, હસુભાઈ સૂચક, અશ્વિનભાઈ સાગર તેમજ સેવાના ભેખધારી એવા હિતેશભાઈ સરૈયા, અશોકભાઈ ખુમાણ, ભાવેશભાઈ બગડા, મહેશભાઈ મશરૂ, વસંતભાઈ સોની, આનંદભાઈ વણઝારા ધારાબેન ગોહીલ , સંજય ચોટલિયાની આંખોપણ હર્ષનાં આંસુથી ભીની થયેલી જોવા મળી હતી અને આ  જરૂરિયાતમંદ ઝૂપડપટ્ટીના બાળકો પણ સર્વોને ખુશીના ઓડકાર સાથે ભેટી પડ્યા હતા આને કહેવાય  ભારતીય સંસ્કૃતિના મહા પર્વ દિવાળીની ખરાં અર્થમાં ઉજવણી!!
બિપીન પાંધી