પાવીજેતપુરના કરાલી પોલીસ દ્વારા કલારાણી ગામે ૧૧૨ નંબરની જાણકારી માટે મિટિંગની આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ પ્રજાની મિત્ર છે. અને લોકો સુધી પોલીસની મદદ વધુમાં વધુ પ્રમાણમાં પહોંચે તેમજ લોકોમાંથી પોલીસનો ડર દૂર થાય અને લોકો વધુમાં વધુ ૧૧૨ નંબર ડાયલ કરીને આકસ્મિક-તત્કાલિન સેવાઓ મેળવી શકે તે માટેના પ્રયાસો શરૂ કરાયા છે. તેના અનુસંધાનમાં કલારાણી ખાતે કરાલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડી.કે.પંડ્યાની ઉપસ્થિતિમાં ૧૧૨ હેલ્પલાઇન નંબર અંગે જાગૃતિ આવે તે માટે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં કરાલી પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેકટર ડી.કે.પંડ્યાએ જણાવ્યું હતું કે, ૧૧૨ નંબર ડાયલ કરી ગુજરાત સહિત સમગ્ર દેશમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની– ૧૦૮, પોલીસ વિભાગની – ૧૦૦, ફાયર-૧૦૧, મહિલા અને બાળ વિકાસ વિભાગની અભયમ-૧૮૧, મહેસૂલ વિભાગની ડિઝાસ્ટર-૧૦૭૦ અને પશુ હેલ્પલાઇન ૧૯૬૨ જેવી આકસ્મિક-તત્કાલિન સેવાઓ મેળવી શકાય છે. તો વધુમાં વધુ લોકોને ૧૧૨ ડાયલ કરી સેવાઓનો ઉપયોગ કરવા જણાવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

