Gujarat

છોટાઉદેપુરના સીમલ ફળિયા ગામે ૧૫ દિવસથી વીજ સપ્લાય ના  હોવાથી ગ્રામ જનોમાં આક્રોશ

છોાઉદેપુર તાલુકાના સીમલ ફળિયા ગામે છેલ્લા ૧૫ દિવસથી ખેતી માટે એગ્રી કલ્ચર વીજળીનો પુરવઠો બંધ હોવાનું ગામલોકો જણાવી રહ્યા છે. જેના કારણે ગામલોકો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે એક તરફ દિવાળીને માત્ર ગણતરીના દિવસો બાકી છે. ત્યારે સમગ્ર ગામમાં ખેતી માટે ૧૫ દિવસથી વીજળી ના હોય જે ભારે નવાઈની વાત છે. ગામલોકો દ્વારા આ બાબતે  એમ જી વી સી એલમાં કામ કરતા હેલ્પરો ને ગામલોકો  ફોન કરે તો રીપ્લાય આપતા નથી. અને યોગ્ય જવાબ આપવામાં આવતો  નથી જેથી ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર તાલુકામાં આવેલું સિમલ ફળિયા ગામમાં અંદાજે ૩૦૦૦ હજારની વસ્તી છે આ ગામમાં છેલ્લા ૧૫ દિવસથી ખેતી લાયક વીજ પુરવઠો મળતો નથી એકતરફ ભારે વરસાદને કારણે ખેતી નિષ્ફળ ગઈ છે. જ્યારે હાલ ખેતીના કામ માટે  વીજળી ભારે આવશ્યક હોય અને દિવાળીને ગણતરી ના  દિવસો બાકી હોય જ્યારે ખેડૂતોને પડતા ઉપર પાટુ જેવો ઘાટ થયો છે.  વિકાસ ની વાતોની ચર્ચાઓ વચ્ચે. સિમલ ફળિયા ગામનો ખેડૂત મૂંઝાઈ રહ્યો છે  ગામલોકોની સમસ્યાનો અંત આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે
સિમલ ફળિયા ગામના રહીશ અને આગેવાન ખેડૂત પ્રદીપભાઈ રાઠવા જણાવી રહ્યા છે કે અમારા ગામમાં છેલ્લા ૧૫ દિવસથી ખેતી લાયક વીજળીનો સપ્લાય આવતો નથી જેના કારણે ખેતી કામ થતું નથી અને ખેતીમાં ભારે નુક્સાન થઈ રહ્યું છે.   હેલપરો ફોન ઉઠાવતા નથી કે રીપેરીંગ કરવા પણ આવતા નથી. અમારી સમસ્યા સરકાર સાંભળે તેવી અમારી માંગ છે.   તેમ જણાવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર