Gujarat

ભાણવડના ગામમાંથી વિદેશી દારૂની 70 બોટલ ઝડપાઇ

ભાણવડ ગામમાંથી વિદેશી દારૂની 70 બોટલ પોલીસે પકડી પાડી છે. પોલીસે બે શખ્સોને પકડી પાડી રૂ.61730નો મુદામાલ કબ્જે કર્યો છે.

ખંભાળીયાના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ તથા પી.આઈ બ્રહ્મભટ્ટના માર્ગદર્શન હેઠળ ભાણવડ પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન પો.હેડ.કોન્સ. શક્તિસિંહ ઝાલા તથા જીતુભાઇ જામ તથા પો.કોન્સ. વિપુલભાઈ મોરીનાઓને મળેલ ચોક્કસ હકીકતના આધારે ભાણવડ તાલુકાના મોરઝર ગામમાં રહેતો આરોપી વિજય ઉગા બગડાના કબ્જા ભોગવટાની ઓફિસે દરોડો પાડી વિદેશી દારૂની કુલ 70 બોટલ જેની કિં.રૂ.51730 તથા એક મોબાઈલ ફોન મળી કુલ રૂ.61730ના મુદ્દામાલ સાથે વિજય ઉગા બગડા અને અવિનાશ મનસુખ બગડા નામના ઇસમોને ઝડપી લીધા હતા.

આ કાર્યવાહી દરમિયાન આરોપી કાના લાખા મોરી અને પબા મેરા મોરી હાજર નહિ મળી આવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.