Gujarat

થેલેસમિયા, હિમોફિલિયા, કેન્સર જેવા રોગથી પીડાતા બાળદર્દીઓએ કોડિયા શણગાર્યા

દિવાળીના ઉત્સવ માટે સૌ કોઈ આનંદ અને ઉત્સાહથી તહેવાર ઉજવતા હોય છે ત્યારે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા પ્રતિ વર્ષની જેમ જ રેડક્રોસમાં સેવા મેળવી રહેલા થેલેસમિયા, હિમોફિલિયા, કેન્સર અને કિડનીના રોગથી પીડાતા બાળકો દ્વારા કંઈક નવી પ્રવૃત્તિ દ્વારા ઉત્સવો અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ખાસ આ બાળકો દિવાળી પૂર્વે ભેગા મળીને રેડક્રોસ ખાતે રંગબેરંગી કોડિયા બનાવીને તેને શણગારે છે.

એટલું જ નહિ તે કોડિયા તૈયાર કરીને પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપરાંત આરોગ્ય સેવામાં જોડાયેલા ડોકટર અનેં પેરા મેડિકલ સ્ટાફ ને પણ કોડિયા આપીને તેને શુભેચ્છાઓ આપે છે.

જેના દ્વારા સમાજમાં આવા રોગોથી પીડાતા બાળકો માટે કે જે ભગવાન નું બીજું સ્વરૂપ છે તેમના માટે લાગણી અને સંવેદનાનો ભાવ થાય અને તે પણ આવા રોગો માટે જાગૃત બને. વળી તહેવારોએ આ બાળકો સાથે ઉજવી ને એમને પણ રાજીપો મળે તે હતું.