Gujarat

શહેરની હોટલમાં બેસીને ઓનલાઈન ફ્રોડના નાણા સગે-વગે કરતા ચાર શખ્સોને દબોચી લીધા

જામનગર શહેરમાં હોટલમાં બેસીને ઓનલાઈન ફ્રોડ કરીને ઓનલાઈન બેંક એકાઉન્ટ ઓપરેટ કરી સગાઈ કરતી આંતરરાષ્ટ્રીય બેંક નો પર્દાફાશ પોલીસ દ્વારા કરવામાં આવ્યો ત્યારે શહેરમાં આવેલ ઓસવાળ હોસ્પિટલ પાસે કૈલાશ હોટલમાં રૂમ નંબર 209 માંથી ચાર ઠગાબાજોને એસ ઓ જી અને સાઇબર ક્રાઇમ પોલીસ નું સંયુક્ત ઓપરેશન હાથ ધરી દબોચી લેવામાં આવ્યા અને મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

બાતમી ના આધારે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન અને એસ.ઓ.જી સ્ટાફ સાથે બાતમી વાળી જગ્યાએ રેઈડ કરતા જ્યાં આરોપીઓ પોતાની પાસે રહેલ અને કમીશનથી મેળવેલ અન્ય વ્યક્તિઓના બેંક એકાઉન્ટમાં ઓનલાઈન ફ્રોડના અને ગેરકાયદેસર ચાલતી ઓનલાઈન ગેમીંગના નાણા પોતાની પાસે રહેલ લેપટોપ, ટેબલેટ અને મોબાઈલ ફોન દ્વારા ઓનલાઈન બેંકિંગના માધ્યમથી તેમજ ઓ.ટી.પી શેર કરી પોતાના મળતીયાઓને ટ્રાન્સફર કરી સગેવગે કરતા હોય જેઓને જામનગર ખાતેના સહ આરોપી તથા મુદ્દામાલ સાથે પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.