Gujarat

હાલોલ તાલુકાના આવાસ યોજનાના લાભાર્થીઓને MP અને MLAના હસ્તે વર્કઓર્ડર આપવામાં આવ્યા

હાલોલ તાલુકા પંચાયત કચેરી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને વર્કઓર્ડર વિતરણ કરવાનો કાર્યક્રમ છોટાઉદેપુર સાંસદ અને હાલોલ ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં તાલુકાના 5,708 લાભાર્થીઓને ઓર્ડર આપવામાં આવ્યા હતા.

વર્ષ 2018-19માં આવાસ સોફ્ટના માધ્યમથી કરવામાં આવેલી રિસર્વે કામગીરીનો કેન્દ્ર સરકાર દ્વારા 2020-21માં અમલ કરવામાં આવ્યો હતો. જેમાં તમામ લાભાર્થીઓના કુટુંબના તમામ સભ્યો સહિત આધાર કાર્ડને આવાસ સોફ્ટમાં અપલોડ કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.

જેમાં ભૂતકાળમાં મળેલા લાભ વાળા લાભાર્થીઓના નામો રદ્દ કરવા અંગે જે તે ગ્રામ પંચાયત કચેરી દ્વારા ઠરાવો કરવાની કામગીરી કરવામાં આવ્યા બાદ લાભાર્થીઓને આવાસોના લાભ આપવામાં આવ્યા હતા.

જેમાં હાલોલ તાલુકામાં 5,708 લાભાર્થીઓના આવાસો મંજૂર કરવામાં આવ્યા હતા. આ તમામ લાભાર્થીઓને આજે હાલોલ તાલુકા પંચાયત કચેરી દ્વારા વર્ક ઓર્ડર આપવાનો કાર્યક્રમ આ વિસ્તારના સાંસદ સભ્ય જશુભાઈ રાઠવા અને હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની અધ્યક્ષતામાં રાખવામાં આવ્યો હતો.