માંગરોળ,,
૩ ડિસેમ્બર વિશ્વ દિવ્યાંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જે અંતર્ગત માંગરોળ ટાવર પે સેન્ટર શાળા ખાતે વિશ્વ દિવ્યાંગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.
ઉજવણી અંતર્ગત દિવ્યાંગ જનોને દિવ્યાંગતા યુડીઆઈ કાર્ડ અને એસ ટી બસ પાસ વિતરણ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં બીઆરસી ભાવેશભાઈ સૌંદરવા, કે.ની. તન્ના સાહેબ, એકતા ફાઉન્ડેશનના કાસીબ શમા, ટાવર પે શાળાના આચાર્ય ઉમેસ પરમાર, સ્પે. ટીચર માધવી બેન દેસાઈ દિવ્યાંગજનોને દિવ્યાંગ યુડીઆઈ કાર્ડ અને બસ પાસ એનાયત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા સ્પેશ્યલ ટીચર કનુભાઈ મેહતા સાહેબએ ભારે જહેમત ઉઠાવી હતી..
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ


