દાંતા બનાસકાંઠા જીલ્લાના દાંતા તાલુકામાં ૪૮ ગ્રામ પંચાયતની સામાન્ય ચુંટણી સાથે દાંતા ગ્રામ પંચાયતની ચૂંટણીની ૨૯ નવેમ્બરે વિધિવત જાહેર કરાઇ હતી અને દાતા ગામવાસીઓ મુખે ચર્ચા ચાલી રહી છે કે આ વખતે સરપંચ તથા સભ્યો યુવા હોવા જોઈએ અને તેમના પ્રશ્નોને વાચા આપવા વાળા હોવા જોઈએ હાલ જોવામાં આવે તો દાતા માં ઠેરઠેર માર્ગે ખાડા જોવા મળે છે અને દાતા ગામ ગંદકીથી ઉભરાય છે રોડ રસ્તા ની લાઈટો પણ બંધ દેખાય છે તેવા વિવિધ પ્રશ્નો ગામજનો ના મુખે સાંભળવા મળી રહ્યા છે અને ગ્રામજનો આ પ્રશ્નોને ધ્યાનમાં રાખીને તેમનો મતનો ઉપયોગ કરશે અને છેલ્લા દિવસોમાં દાંતા ગ્રામ પંચાયત ઉમેદવારી કરવા ઈચ્છતા ઉમેદવારો ભારે ભીડ સાથે નો ઘસારો જોવા મળ્યો હતો અને ઉમેદવારો પોતાના સહયોગીઓ ને ટેકેગારો સાથે દાંતા તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા હતા . જ્યાં પોતાની માન્યતા પ્રમાણે શુભ મુહૂર્તમાં ઉમેદવારોએ પોતાના ફોર્મ ભર્યા હતા અને દાંતા ગ્રામ પંચાયતના મતદારો પોતાના મતાધિકારનો ૧૯ ડિસેમ્બરે ઉપયોગ ૫૮૨૪ – કરશે અને મતદાન કરશે આજે ઉમેદવારી પત્ર ભરવાના આવેલા ઉમેદવારો ગ્રામજનોની સેવામાં ખરા ઉતરવાની ખાતરી આપતા નજરે પડ્યા હતા જ્યારે દાંતાના પડતર પ્રશ્નોની સાથે દાંતા ના વિકાસ માટેનવી રાહ ચિંધવાની પણ વાત ઉમેદવારોઓ એ કરી હતી
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


