શ્રી એમ.એસ.ભરાડા ઇન્ચા.પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, તથા શ્રી ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી એ.વી.કાટકડ નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન નાઓએ વાહન ચોરી તથા ઘરફોડ ચોરી જેવા મિલકત સંબંધી વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રી નાઓને સુચના કરેલ. જે આધારે શ્રી એચ.એચ.રાઉલજી ઇન્ચા. પોલીસ ઈન્સપેક્ટર એલ.સી.બી છોટાઉદેપુર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફ તથા છોટાઉદેપુર ડીવીઝન સ્ટાફની અલગ-અલગ ટીમો તૈયાર કરી પાનવડ તથા રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન વાહન ચેંકીગ દરમ્યાન ચોરીની કુલ-૧૦ મોટર સાઇકલો સાથે ચાર ઇસમોને પકડી પાડેલ જેઓની પુછ-પરછ દરમ્યાન તેઓએ તથા તેમના અન્ય સાગરીતો સાથે અલગ-અલગ જિલ્લામાંથી મોટરસાયક ચોરીના ગુનાને અંજામ આપેલ છે.
રેપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


