છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકાઓમાં આદિવાસી સમાજ અને યુવાનો દ્વારા વીર શહીદ અને આદિવાસીઓના મસીહા વીર બિરસા મુંડાની 150 મી જન્મ જયંતી આજરોજ ઉજવવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજ જિલ્લાના આગેવાનો કાર્યકર્તાઓ અને નેતાઓ જોડાયા હતા. છોટાઉદેપુર જિલ્લા મથક ખાતે આવેલ નગરપાલિકા કમ્પાઉન્ડમાં આવેલી બિરસા મુંડાની ભવ્ય પ્રતિમાને આજરોજ લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા પૂર્વ રેલ રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા મુકેશભાઈ રાઠવા, શર્મિલાબેન રાઠવા, કાળુભાઇ નાયકા તથા આદિવાસી સમાજના અન્ય અગ્રણી આગેવાનો દ્વારા ફુલહાર કરી ભાવાંજલિ અર્પણ કરી હતી તથા બિરસા મુંડાના ક્રાંતિકારી વિચારો નું સ્મરણ કરી યાદ કર્યા હતા.

આઝાદીની ચળવળમાં ભાગ લઈ બ્રિટિશરો ની સામે લડત આપી માત્ર 25 વર્ષની ઉંમરે શહીદી વહોરનાર બિરસા મુંડાના કાંતિકારી વિચારો છોટાઉદેપુરના યુવાનોમાં એક દેશપ્રેમની પ્રેરણા આપે છે. જ્યારે ઠેર ઠેર તેઓને યાદ કરી તેઓના જન્મદિન નિમિત્તે યુવાનો તથા આગેવાનો તેઓની પ્રતિમા અને છબીને સાદર વંદન કરી જન્મ જયંતી ની ઉજવણી કરી હતી
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

