Gujarat

શહેરમાં મુકેલાં ખામીયુક્ત સાઇન બોર્ડ મુસાફરોને અવળે રસ્તે ચઢાવે છે

બહારથી આવતા લોકો માટે ગાંધીનગરમાં સરનામુ શોધવું અઘરૂ છે. ભલે તમામ ઉભા અને આડા રસ્તાથી જોડાયેલું છે પણ ભૌગોલિક રીતે બહારના લોકોને ગાંધીનગર અટપટું લાગે છે.

મુસાફરોને શહેરના વિવિધ સ્થળોનું દિશા દર્શન મળી રહે તે માટે તમામ મુખ્ય માર્ગ પર સાઇન બોર્ડ મૂકવામાં આવ્યા છે પરંતુ સાઇનબોર્ડમાં અનેક જગ્યાએ ખામી હોવાથી ઉલટાના લોકો અવળા રસ્તે ચઢી જાય છે.

ઘ-5થી ઘ-4 અન્ડરપાસ તરફ જવાના રસ્તે મુકાયેલા સાઇનબોર્ડમાં ટાઉન હોલ અને મહાત્મા મંદિર એક જ દિશામાં દર્શાવવામાં આવ્યું છે હકિકતમાં રોડ નં. 4 પર આ બંને લોકેશન વિરૂદ્ધ દિશામાં છે. આ પ્રકારે અનેક સાઇનબોર્ડમાં ખામી છે જે સુધારવી જોઇએ.