ધોળકાના વૌઠામાં ચકડોળોની મજબૂતાઇ માટે આરસીસીનું ફાઉન્ડેશન કરાયું છે. પરંતુ પેપર વર્કમાં મોડું થતાં 50માંથી અંદાજે 20 મોટા રાઇડ્સની મંજૂરી અટકી પડી હતી. જેમાં 12 નાવડી, 2 રેન્જર, મોતના કુવા 4, સુનામી 1 સહિત 1 મોટી સન રાઇડ્સ ચકડોળ બંધ રહેતાં મેળાનો માહોલ ફિક્કો પડ્યો હતો.
જો કે, તા.15 નવેમ્બરે 1 સન રાઇડ્સ સિવાયની તમામ 19 રાઇડ્સને મંજૂરી મળી જતાં મેળાની રોનક ફરી જામી હતી. મેળામાં 4 દિવસમાં 5 લાખ યાત્રાળુઓ ઉમટી પડ્યા હોવાનું સરપંચ રાજેન્દ્રસિંહ વસાવા દ્વારા જણાવ્યું હતું.
પૂનમે 24 કલાક સ્નાન વૌઠાના મેળામાં આ વર્ષે નદીમાં સ્નાન કરવા ઉપર પાબંદીને લઇ મહિલા અને પુરુષો માટે 100-100 ફુવારા ગોઠવાયા છે. સામાન્ય રીતે સામાન્ય દિવસોમાં સવારેથી 7 વાગ્યાથી 12 વાગ્યા સુધી અને સાંજે 4 વાગ્યાથી 7 વાગ્યા સુધી સ્નાનની વ્યવસ્થા કરાઇ હતી. પૂનમને લઇ સવારના 7થી રાત્રના 12 વાગ્યા સુધી ભક્તો માટે સ્નાનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

